ચીખલી (વંકાલ) : ઘેકટી પ્રા. શાળામાં વય મર્યાદાથી નિવૃત આચાર્યનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

 ચીખલી (વંકાલ) : ઘેકટી પ્રા. શાળામાં વય મર્યાદાથી નિવૃત આચાર્યનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

વંકાલ ગામના મોખા ફળીયાના રમેશભાઈ પટેલ કે જેઓ ચેપાના હુલામણા નામથી ઓળખાય છે. તેઓએ શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત ધોલાઈથી કર્યા બાદ 2000ના વર્ષમાં ધેકટી બદલી થતા 37 વર્ષની લાંબી ફરજ બાદ સેવા નિવૃત થતા તેમનો વિદાય સન્માન સમારોહ જીતુભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંઘના પ્રમુખ દિલીપભાઈ ટીપીઈઓ વિજયભાઈ તાલુકા સંઘના પ્રમુખ હિતેશભાઈ સરપંચ સુનિલભાઈ પૂર્વ સરપંચ અમ્રતભાઈ, મુકેશભાઈ, ઝવેરભાઈ પ 'પૂર્વ ડેપ્યુટી સરપંચ પ્રેગ્નેશ એસએમસી અધ્યક્ષ નવનીતભાઈ સહિતનાઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ મણીભાઈએ જણાવ્યું હતું કે, રમેશભાઈ શાળામાં બાળકોના શિક્ષણ પ્રયત્ન શીલ રહે શિક્ષકોના સંગઠનને પણ મજબૂત કરવા અગ્રેસર રહ્યા છે. ધીરૂભાઈ સહિતના મહાનુભવોએ રમેશભાઈનું સન્માન કરી તેમના તંદુરસ્તી મય દીર્ઘાયુ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. 

પોતાના પ્રતિભાવમાં રમેશભાઈએ જણાવ્યું હતું કે, ધેકટી પ્રાથમિક શાળામાં ચોવીસ વર્ષની ફરજ દરમ્યાન ગામ લોકોનો ખૂબ સહકાર મળ્યો છે. ગામના અગ્રણી એવા ધીરૂભાઇ ગાંડાભાઈ પટેલના જિલ્લા શિક્ષક સંઘના ઉપપ્રમુખના સમય દરમ્યાન તેમના પ્રયત્ન થી શાળામાં છ જેટલા ઓરડાના નિર્માણ માં સફળતા મળી હતી.

પોસ્ટ ક્રેડિટ: દિવ્ય ભાસ્કર ન્યૂઝ 

Comments

Popular posts from this blog

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

ડૉ. બાબા સાહેબ આંબેડકરનું ભારતીય લોકો માટે આપેલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ યોગદાન.